અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રિગર ઇવેન્ટ ડ્રાઇવ હેઠળ, સોમવારે આરોગ્ય વિભાગની બે ટીમોએ કાર્યવાહી કરી અને શહેરના 8 વોર્ડમાં 132 એકમોને નોટિસ ફટકારી. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન જોષીની આગેવાની હેઠળની ટીમે સોમવારે બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ખોખરા, વટવા, લાંભા, ઈસનપુર અને ઈન્દ્રપુરીમાં ટ્રિગર ઈવેન્ટ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી હતી. વિભાગની બે ટીમો દ્વારા 272 યુનિટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 132ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ ખાદ્યપદાર્થો અને પીણાના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ટીમે કરેલી તપાસમાં અનેક વેપારીઓ પાસે ખાદ્યપદાર્થો સ્વચ્છ હાલતમાં મળી આવ્યા ન હતા. જેના કારણે ચટણી, પાણીપુરીનું પાણી, બાફેલા બટાકા, ચણા, ફળ વગેરેનો નાશ કરવામાં આવ્યો હતો. આવા એકમો પાસેથી 40 હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590