ચીનમાં,દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં વરસાદથી સર્જાયેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. ગઈકાલે સાંજે, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 25 લોકો હજુ પણ ગુમ છે.બચાવ કર્મચારીઓ ડ્રોન, સ્નિફર ડોગ્સ અને લાઈફ ડિટેક્ટર સાધનોની મદદથી ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે થઈ હતી, જ્યારે ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં અચાનક પૂર આવ્યું હતું. યાઆન સિટીના હાન્યુઆન કાઉન્ટીમાં આવેલા સિન્હુઆ ગામમાં 40 થી વધુ મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590