ડોલવણ તાલુકાના બે અલગ અલગ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી બે વ્યક્તિનું મોત નિપજ્યું હતું.તેમજ એક વ્યક્તિની લાશ મરણ ગયેલ હાલતમાં મળી આવી હતી.ત્યારે ડોલવણ તાલુકામાં એક સાથે ત્રણ લાશ મળી આવતાં,સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,ડોલવણ તાલુકાના આમણીયા ગામ ખાતે રહેતા ગીરીશ ઉનીયા ગામીત (ઉ.વ.૫૫) આંબાપાણી ગામની સીમમાં આવેલ ચેકડેમ પાસે કરચલા પકડવા મટે ગયા હતા.ત્યારે આકસ્મિક રીતે નદીના ઉંડા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
તેમજ સુરત ખાતે રહેતા ભાવિન ભરત બાબરીયા (ઉ.વ.૩૦ રહે. સુરત વી-૫૦૩ વ્હાઈટ સ્ટ્રોન એપાર્ટમેન્ટ છાપરાભાઠા અમરોલી સુરત શહેર મુળ રહે. જામ જોધપુર ગામ ઠક્કર બાપા રોડ તા. જામ જોધપુર જી.જામનગર) તા.૧૧/૦૩/૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે "હુ મીટીંગમા જાઉ છુ." તેમ કહી તેમની મોટરસાયકલ પર સવાર થઈને ઘરેથી નીકળ્યા હતાં.અને તા.૧૩/૦૩/૨૦૨૪ ના રોજ કલાક ડોલવણના બેડચીત ગામની સીમમા પુર્ણા નદીના પાણીમાથી લાશ મળી આવી હતી.ત્યારે પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.
તેમજ અંકુર મહેશ ચૌધરી (ઉ.વ.૨૪ રહે. ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણ જી.તાપી )નું કોઈ અગમ્ય કારણસર મોત નિપજ્યું હતું. ત્રણેય બનાવને લઈને ડોલવણ પોલીસે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590