તાપી જિલ્લાના મુસા,વિરપુર,ચીખલી,મદાવ અને માયપુર ખાતે સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે.
જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર તાપી દ્વારા રિસર્વે યોજના અંતર્ગત રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવા માટે તાપી જિલ્લાના પાંચ ગામોમાં સપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જે મુજબ તાપી જિલ્લાના પ્રથમ તબક્કામાં પસંદ પામેલ પાંચ ગામોમાં પૈકી મુસા ખાતે ૨૦.૦૨.૨૦૨૪ થી ૨૨.૦૨.૨૦૨૪ના રોજ ક્ષતિ સુધારણાની કામગીરી કરવામાં આવશે.
તેવી જ રીતે વીરપુર ખાતે ૨૩મી થી ૨૬ ફેબ્રુઆરી, ચિખલી ખાતે ૨૭ થી ૨૯મી ફેબ્રૂઆરી,મદાવ ખાતે ૧લી માર્ચ થી ૪ માર્ચ,અને માયપુર ખાતે આગામી ૫મી માર્ચ થી ૭મી માર્ચ સુધી સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે.આ નક્કી કરેલ ૫ (પાંચ)ગામોમાં ગ્રામજનો,જિલ્લા કક્ષા-તાલુકા કક્ષાના આગેવાનો, પદાધિકારીની હાજરીમાં આ કેમ્પ યોજાશે.એમ જિલ્લા નિરિક્ષક જમીન દફતર તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590