મહેશ પાડવી(પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકાના તોરંદા ગામના 21 વર્ષીય યુવકે તેની માતા પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા. જોકે માતાએ પૈસા ન આપતા યુવકને માઠું લાગી આવતા, યુવકે પોતાના ખેતરમાં આવેલા ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગામ ખાતે રહેતા 21 વર્ષીય યુવક આતિષ ઈશ્વર વસાવા એ પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી.જોકે માતાએ પુત્રને પૈસા આપ્યા ન હતા.જે વાતનું યુવકને મનમાં દુઃખ લાગી આવ્યું હતું.જે બાદ યુવક સાંજના સમયે પોતાના કબજા ની મોટરસાયકલ પર સવાર થઈને મેણપુર ગામ ખાતે આવેલ તેના ખેતરમાં ગયો હતો. અને ખેતરમાં ઉંબરાના ઝાડ ની ડાળખી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.બનાવને લઈને પોલીસે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590