વ્યારાના કાનપુરા ખાતે ઘરનું વેચાણ કર્યા બાદ પણ દસ્તાવેજ કરવામાં આવ્યા ન હતા તેમજ મકાનના આઠ લાખ પણ લઈ લેવામાં આવ્યા હતા. અને આઠ લાખ પેટે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા.ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેને લઇને કોર્ટ એ ચુકાદો આપ્યો છે.
વ્યારાના કાનપુરા ખાતે આવેલ મીરા રેસિડેન્સીમાં રહેતા વિનોદ હસમુખ પંચોલીનો તેમના પત્ની નિમિષાબેન પંચોલીના નામ પર કાનપુરા આરાધના હાઉસિંગ સોસાયટી ખાતે પ્લોટ નંબર 32 આવેલ હતો. જે પ્લોટ વિનોદ પંચોલી વેચવા માંગતા હતા. જેથી તેમણે તેમના પરિચિત મિત્ર સુરેશ છગન પાટીલ (રહે. કણજા રોડ ,માલીવાડ વ્યારા ) સાથે ૬.૨૫ લાખ રૂપિયામાં તેનો સોદો કર્યો હતો. તેમજ મિલકતનો સાટાખત કરવામાં આવ્યો હતો ત્યારે છ લાખ રૂપિયા સુરેશ પાર્ટી લઈ ચૂકવી દીધા હતા. ત્યારબાદ બાકીના ૨૫ હજાર રૂપિયા ચૂકવવા માટે સુરેશ પટેલ ગયા હતા ત્યારે વિનોદ પંચોલી એ દસ્તાવેજ કરવા માટે ના પાડી હતી અને જણાવ્યું હતું કે, પત્ની મિલકત વેચવાની ના પાડે છે તેથી તમારા નાણા પરત કરી દઈશ. એવી બાંહેધરી આપવામાં આવી હતી.
જોકે તે દરમિયાન વિનોદ પંચોલીના તાત્કાલિક કોઈક કામ માટે બે લાખ રૂપિયા ની જરૂર પડી હતી ત્યારે સુરેશ પાટીલ પાસેથી વિનોદ પંચોલી એ બે લાખ રૂપિયા લીધા હતા અને વેચાણ દસ્તાવેજ વ્યારા સબરજીસ્ટ્રાર રૂબરૂ કરી, આપવાનું જણાવ્યું હતું. તેમજ સિક્યુરિટી પેટી વ્યારા સ્ટેટ બેંકના ખાતાના ત્રણ લાખ અને પાંચ લાખ ના બે ચેક લખીને આપ્યા હતા.
પરંતુ નાણાની આપ લે કરવાનો સમય પૂર્ણ થઈ જતા સુરેશ પાટીલે બંને ચેક બેંકમાં જમા કરાવ્યા હતા. પરંતુ ઇન્સફિસયન્ટ બેલેન્સ ના કારણે ચેક પરત કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ત્યારે આ ચેક રિટર્ન કેસના મામલામાં વ્યારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડી.સીનીયર સિવિલ જજ જ.વી. પટેલ સમક્ષ ચાલતા ફરિયાદી તરફે વકીલની દલીલને ગ્રાહ્ય રાખી કોટે વિનોદ પંચોલીના છ માસની સાદી કેદની સજા તથા ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા નો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ વળતર પેટે ચેક માં જણાવેલી રકમ ચૂકવવાનો પણ હુકુમ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590