પ્રભારી સચિવ પી.સ્વરૂપ આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કાનપુરા ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમ પુરો થતા પ્રભારી સચિવ સહિત જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ અને અન્ય અધિકારીઓએ કાનપુરા-2 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે પ્રભારી સચિવએ આંગણવાડીમાં નોધાયેલ બાળકો,પોષણ સુધા યોજનાના લાભાર્થીઓ,કિશોરીઓ,માતાઓની સંખ્યા અને રોજબરોજ નોંધાતી હાજરી અંગે ચકાસણી કરી હતી.તેમણે ઉપસ્થિત બાળકોના વિવિધ હેલ્થ ઇન્ડીકેટર્સની માહિતી મેળવી હતી. તેમણે ઓનલાઇન પોર્ટલમાં થયેલ એન્ટ્રી અને ઉપસ્થિત બાળકોની હાલના વજન અને ઉચાંઇની માપણી કરાવી ડેટાની યોગ્ય તુલના કરી સાચા ડેટા હોવાની ચકાસણી કરી હતી.
આ સાથે સચિવએ આંગણવાડીના મકાન,રસોડું,સ્ટોર રૂમ,પોષણ કિટ,ટીએચઆરનો જથ્થો,ઉપલબ્ધ રમવાના સાધનો, વિવિધ પ્રવૃતિઓ માટેના સાધનો અને અભ્યાસના પુસ્તકો,રજીસ્ટર અંગે જાણકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ અને આંગણવાડી કેન્દ્રની હેલ્પર,સુપરવાઇઝર પાસેથી મેળવી હતી. સચિવએ પ્રોગ્રામ ઓફિસર તથા આંગણવાડી બહેનોને માર્ગદર્શન આપતા સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ પોષ્ટીક શાકભાજી અને ફળફળાદીનો મહત્તમ ઉપયોગ કરી જિલ્લામાંથી કુપોષણને દુર કરવા મહત્વની ભાગીદારી નોંધાવવા સુચનો કર્યા હતા.
આ પ્રસંગે આંગણવાડીના ભુલકાઓએ મહેમાનોને તિલક કરી આંગણવાડીના બગીચાના ફુલોમાંથી બનાવેલ ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું.મહેમાનઓ બાળકોના ભાવભીના સ્વાગતથી અત્યંત પ્રફુલ્લિત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590