આગામી તા.૯/૪/૨૦૨૩ના રોજ રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્ક સંવર્ગની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને,ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ,વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે મુજબ એસ.ટી.તંત્રના વલસાડ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા વલસાડ,નવસારી, અને ડાંગ જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે, તમામ ડેપો ખાતે થી સંચાલિત થતા નિયત રૂટ ઉપરાંત,એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.જેનો પરીક્ષાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા સાથે,એક્સપ્રેસ બસોમાં ઓનલાઈન બુકીંગની સુવિધાનો પણ લાભ લેવા વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણ,અને આહવા ડેપો મેનેજર કિશોર પરમાર દ્વારા એક અખબારી યાદી થી અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590