કેન્દ્ર સરકારના સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ ના 9 વર્ષ પૂર્ણ થતા "વિશેષ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમો" પૈકી 23 બારડોલી લોકસભાની વિશાળ જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરજી ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભાને સંબોધ્યા હતા.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં સુમુલ ચીલીંગ પ્લાન્ટ ની બાજુમાં બારડોલી વ્યારા રોડ ખાતે જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ અન્ય નેતાઓ માટે મંડપ બનાવવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક પ્રજા માટે ખુલ્લા મંડપના ડોમમાં ખુરશીઓ મૂકવામાં આવી હતી.તેમ છતાં સ્થાનિક પ્રજા હાજર રહી હતી.અને જાહેર સભાના શરૂઆત પણ સારી રીતે થઈ હતી.પરંતુ બારડોલી લોકસભા ના સાંસદ પ્રભુભાઈ વસાવા પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે ખુલ્લા ડોમમાં બેઠેલી પ્રજા ગરમી અને તાપથી ત્રસ્ત થતાં વક્તવ્ય છોડી પોતાના ઘરનો રસ્તો પકડતી જોવા મળી હતી.ત્યારે સ્થાનિક નેતાઓ દ્વારા પ્રજાને રોકવા માટે કાલાવાલા કરવામાં આવી રહ્યા હતા.પરંતુ આ જનતા જનાર્દન ક્યાં કોઈનું સાંભળે છે.
જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પોતાનું વક્તવ્ય આપવા માટે આવ્યા હતા ત્યારે મોટા ભાગની ખુરશીઓ તો ખાલી ખમ જોવા મળી રહી હતી.બીજી તરફ પત્રકારો માટે મૂકવામાં આવેલી ખુરશી પર કેટલાક કાર્યકરો અને નેતાઓ બેસી જતાં પત્રકારોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
જાહેર સભાના આયોજનમાં યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.નેતાઓ માટે માથું ઢાંકવા માટે મંડપ નાખવામાં આવ્યો હતો.પરંતુ પ્રજા માટે માત્ર ખુલ્લા મંડપના ડોમમાં ખુરશીઓ મૂકી દેવામાં આવી હતી.જેના કારણે આખરે પ્રજાએ નેતાના ચાલુ વક્તવ્યને મૂકીને જવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,કાર્યક્રમમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ,જેમાં બાળ મજૂરો નજરે પડ્યા હતા.ભાજપ પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં જો બાળમજૂરી કરવામાં આવતી હોય તો તેઓ બાળમજૂરીને અટકાવવામાં કઈ રીતે સફળ થશે !!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590