સોનગઢ બોરદા ગામ ખાતે પોલીસ સ્ટાફના માણસો પર કેટલાક અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમોએ પથ્થર મારો કર્યો હતો.જેમાં પોલીસ સ્ટાફના માણસો ને શરીરે ઇજાઓ પહોંચી હતી.ત્યારે પોલીસે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધી હતી.
સોનગઢ પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફના માણસો મેળાના બંદોબસ્ત પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન ફરતા ફરતા બીરસા મુંડા હાર્ટ બજાર સામે પોલીસ સ્ટાફના માણસો પહોંચ્યા હતા.ત્યારે ત્યાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ચાર જેટલા વ્યક્તિઓ ગોળ કુંડાળું કરી કઈક કરી રહ્યા હતા.ત્યારે આ ઈસમો અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું પોલીસને જણાઈ આવતા,કાયદેસરની ફરજના ભાગરૂપે પોલીસ સ્ટાફના માણસો તેમની તપાસ કરવા જઈ રહ્યા હતા.તે વેળાએ તે ઈસમો ઉશ્કેરાઈ જતા યશવંત રમેશ વસાવા (રહે.ગુંદી તા.સોનગઢ જી.તાપી )સહિતના ચાર ઈસમોએ પોલીસ પર પથ્થર મારો શરૂ કર્યો હતો.ત્યારે આ પથ્થરમારામાં પોલીસ સ્ટાફના માણસોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
ત્યારે પોલીસ આ અસામાજિક તત્વોનો સામનો કરવા જાય તો વધારે જાનમાલને નુકશાન થાય તેમ હતું. જેથી પોલીસ સ્ટાફના માણસો ત્યાંથી રવાના થઈ રહ્યા હતા.તે વેળાએ આ ચારેય ઇસમો પોલીસ ની પાછળ પાછળ આવી બ્રેઝર ગાડી રજી. નં. GJ-26-AB-3335 ઉપર પથ્થર મારો કર્યો હતો.જેમાં બ્રેઝર ગાડીને નુકશાન પહોંચ્યું હતું.બનાવને લઈને સોનગઢ પોલીસે ચારેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590