તાપી જિલ્લાના સાત તાલુકાઓમા સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે કુકરમુંડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અમુક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહે છે.
જિલ્લામાં શરૂઆતી વરસાદે ઘણા વિસ્તારમાં સ્થાનિક તંત્રની પ્રિ મોન્સુન ની કામગીરીની પોલ ખોલી છે.તો ઘણા વિસ્તારોમાં વરસાદ ના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ઠપ થતી જોવા મળી હતી તેમજ વાહન વ્યવહાર ને પણ માઠી અસર જોવા મળી હતી.
તાપી જિલ્લામાં આજરોજ સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કુલ સરેરાશ ૯૪.૨૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારે નિઝર તાલુકામાં ૬૭ મી.મી., ઉચ્છલ તાલુકામાં ૨૫ મી.મી., સોનગઢ તાલુકામાં ૭૦ મી.મી. , વ્યારા તાલુકામાં ૧૩૮ મી.મી.,વાલોડ તાલુકામાં ૧૨૭ મી.મી., કુકરમુંડા તાલુકામાં ૧૧૩ મી.મી. તેમજ ડોલવણ તાલુકામાં ૧૨૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.જેમાં આજ રોજ સૌથી વધુ વરસાદ વ્યારા તાલુકામાં રહ્યો હતો અને સૌથી ઓછો વરસાદ ઉચ્છલ તાલુકામાં નોંધાયો છે. તેમજ ચોમાસાની શરૂઆત થી આજ રોજ સુધી તાપી જિલ્લામાં કુલ સરેરાશ ૨૩૪.૨૯ મી.મી.વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590