તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે ખેલ મહાકુંભ ૨.૦ નો શુભારંભ કરાવ્યો
ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી ઉચ્ચ સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપતા કલેક્ટર ડો. વિપિન ગર્ગ
રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં કુલ ૦૮ જિલ્લાઓની ટીમોએ ભાગીદારી નોધાવી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી,તાપી દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખોખો બહેનોની સ્પર્ધાનું તાપી જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ઉદઘાટન પ્રસંગે સર્વે ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે કલેક્ટર ડો. વિપિન ગર્ગ તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવીને રાષ્ટ્રિય સ્તરે સ્પર્ધામાં પહોંચવા શુભકામનાઓ પાઠવી હતી.
તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલે વધુ વિગત આપાતા જણાવેલ હતું કે,સ્પર્ધામાં અં.૧૪, અં.૧૭ અને ઓપન એજ વયજૂથની બહેનો જે ગુજરાત રાજ્યના વિવિધ ઝોનની વિજેતાઓ છે તેવી કુલ ૨૪ ટીમોઓ આ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ ૨.0 સ્પર્ધામાં ભાગ લેનાર છે. આ સ્પર્ધા તા.૧૫/૦૫/૨૦૨૪ થી શરૂ થઈ તા.૨૧/૦૫/૨૦૨૪ સુધી યોજાનાર એમ ઉમેર્યૂ હતુ.
આ ઉદ્દ્ગાટન પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, સહાયક માહિતી નિયામક, નીનેશકુમાર ભાભોર સહિત જુદા,જુદા જિલ્લાઓ માંથી આવેલા કોચ,ટ્રેનરો,ચીફ રેફરી,મેનેજર્સ તથા ઉચ્ચ અધિકારીઓ તથા જુદા જુદા જિલ્લાઓ માંથી આવેલા ખેલાડી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590