Latest News

જાણો કોણ છે અજય બંગા, જેઓ વિશ્વ બેંકના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાશે,ભારત સાથે છે ખાસ સંબંધ

Proud Tapi 03 Apr, 2023 09:51 AM ગુજરાત

ભારતીય-અમેરિકન વેપારી નેતા અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાશે. તેમની સામે કોઈએ નોમિનેટ કર્યું નથી.અજય બંગાનું વિશ્વ બેંકના પ્રમુખ બનવું એ ભારત માટે ગર્વની ક્ષણ છે. 

ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનવાના છે. તેઓ વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાશે. તેમની સામે અન્ય કોઈએ નોમિનેટ કર્યું નથી. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેશનની તારીખ 29 માર્ચે સમાપ્ત થઈ ગઈ છે. હવે વર્લ્ડ બેંક મેનેજમેન્ટ દ્વારા અજય બંગાનો ઔપચારિક ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જે બાદ તેમને પ્રમુખ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અજય બંગાનું વિશ્વ બેંકના પ્રમુખ બનવું એ ભારત માટે ગર્વની ક્ષણ છે. કારણ કે અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હશે, જે વિશ્વ બેંકના પ્રમુખ બનશે. અજય બંગા માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ CEO છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમને ટેકો આપતાં તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ભારતે પણ વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગાની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.

જો બિડેને કહ્યું- અજય બંગા સૌથી યોગ્ય વ્યક્તિ છે-
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગાની ઉમેદવારીની જાહેરાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે આ વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરવા માટે અજય બંગા સૌથી યોગ્ય વ્યક્તિ છે.અજય બંગા હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત છે. અજય બંગાનું નામ મે મહિનાની શરૂઆતમાં ફાઈનલ થઈ જશે.



અજય બંગા ડેવિડ માલપાસનું સ્થાન લેશે.
અજય બંગા વિશ્વ બેંકના વડા તરીકે પ્રથમ ભારતીય-અમેરિકન અને અમેરિકન શીખ સમુદાયના વ્યક્તિ હશે. અજય બંગા વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસનું સ્થાન લેશે, જેઓ તેમનો કાર્યકાળ પૂરો થવાના લગભગ એક વર્ષ પહેલા જૂનમાં પદ છોડવાના છે.

અજય બંગા હૈદરાબાદ પબ્લિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, પિતા લશ્કરી અધિકારી-
અજય બંગા હૈદરાબાદ પબ્લિક સ્કૂલ (HPS)નો વિદ્યાર્થી છે. બંગાએ 1970ના દાયકામાં એચપીએસમાં શાળાનો અભ્યાસ કર્યો હતો જ્યારે તેમના પિતા હરભજન સિંહ બંગા આર્મી ઓફિસર હતા. અજય બંગા એચપીએસની લીગમાં છે જેમાં માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી અને જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે.

સેન્ટ સ્ટીફન્સ, ડીયુમાંથી સ્નાતક, આઈઆઈએમ અમદાવાદમાંથી પીજી
1976માં એચપીએસમાંથી પાસ આઉટ થયેલા બંગાએ સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી પીજીપી કર્યું. 1981 માં નેસ્લે સાથે તેમની વ્યવસાયિક કારકિર્દી શરૂ કરીને, બંગા 2010 માં માસ્ટરકાર્ડના પ્રમુખ અને સીઈઓ બન્યા. ગયા વર્ષે તેઓ જનરલ એટલાન્ટિકમાં વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. હવે તેઓ વિશ્વ બેંકના પ્રમુખ બનશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post