તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોવોર્ડ એ બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે છેલ્લા ઘણા સમયથી દારૂના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સોનગઢના વાંકવેલ એલ.કે.રોડ નાકા પોઇન્ટ પરથી ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોવોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢ પોલીસ મથકે દારૂના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી આશિષ વનસિંગ વળવી એ સોનગઢ વાંકવેલ એલ.કે.રોડ નાકા પોઇન્ટ પાસે જોવા મળેલ છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે દારૂના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી આશિષ વનસિંગ વળવી( હાલ રહે.સબસીડી ફળિયુ,લક્કડકોટ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર,મૂળ રહે.ઝરીપાડા ખાંડબારા તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી.તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590