તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વ્યારાના શાકભાજી માર્કેટ પાસે ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી આવેલ છે.જે બાતમીના આધારે તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ વ્યારા શાકભાજી માર્કેટ પાસેથી પ્રજ્ઞેશ ગામીત ને પકડી પાડ્યો હતો.પોલીસની પૂછપરછમાં પ્રજ્ઞેશભાઈ દિલીપભાઈ રૂપસિંગ ભાઈ ગામીત (ઉ.વ.24,રહે,તાડકુવા ગામ ડુંગરી ફળિયા,તા.વ્યારા જી.તાપી )એ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.તેમજ તાપી એલ સી બી ટીમ દ્વારા આરોપીને વ્યારા પોલીસ ને સોંપણી કરવામાં આવી છે ,આગળની વધુ તપાસ વ્યારા પોલીસ કરી રહી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590