Latest News

સોનગઢના નવા આરટીઓ પાસેથી કાંદાની આડમાં લઈ જવાતો રૂપિયા ૬૯,૦૦૦ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો તાપી એલસીબીએ ઝડપી પાડ્યો

Proud Tapi 12 Apr, 2023 03:28 PM ગુજરાત

તાપી એલસીબી એ બાતમીના આધારે સોનગઢના નવા આરટીઓ પાસેથી રાત્રિના અંધારાઓ લાભ લઈ ગત રોજ કાંદાની આડમાં ટાટા એસ ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.મળતી માહિતી અનુસાર તાપી એલસીબી ટીમે બાતમીના આધારે સોનગઢના નવા આરટીઓ પાસેથી  વગર પાસ પરમીટે ગણેશ  શંકર માળી (ઉ.૪૪,મૂળ રહે.કાપડના ,માહડી વાડ,મઢી ચોક ,તા.જી.ધુલિયા)ને  ટાટા એસ ટેમ્પો નંબર : એમએચ ૦૪ એચડી ૩૫૭૧ માં કાંદાની આડમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
   
સોનગઢ ના  નવા આરટીઓ પાસેથી કાંદાની આડા લઈ જવાતી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો મળી કુલ ૧૭૪૦ દારૂની બોટલો જેની કિમત રૂપિયા ૬૯,૦૦૦/- તેમજ  ટાટા એસ ટેમ્પો જેની કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી મોબાઈલ અને કાંદાના કટ્ટા મળી કુલ ૨,૨૫,૮૦૦/-નો મુદ્દામાલ  તાપી એલસીબીએ ઝડપી પડ્યો હતો.તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર કાંતિલાલ નાનાભાઈ જાધવ મૂળ રહે. નંદુરબાર(મહારાષ્ટ્ર) હાલ રહે.આસપાસ મંદિર પાસે સુરતને વોન્ટેડ જાહેર કર્યો છે.તાપી એલસીબી માં ફરજ બજાવતા જગદીશભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઇ છે.

ટાટા એસ ટેમ્પોમાં કાંદાની આડમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂની  કુલ ૧૭૪૦  નાની મોટી બોટલો  તાપી એલસીબીએ ઝડપી પાડી ,એકને વોન્ટેડ જાહેર કર્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post