ચોમાસા પૂર્વે લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટે ગાંધીનગર આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો. જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય, પશુપાલન તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં ડો. કતીરાએ લેપ્ટોના કેસોમાં ઘટાડો નોંધાયો હોવા છતાં, હાઈરિસ્ક વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને ગોળીઓના વિતરણ સાથે જનજાગૃતિ પર ભાર મૂક્યો. જિલ્લાના વડાઓને ડોર-ટુ-ડોર સર્વે, પેમ્ફલેટ દ્વારા જાગૃતિ, દવાઓની ઉપલબ્ધતા અને ત્વરિત ટેસ્ટીંગ-સારવાર સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. પશુપાલન વિભાગને પણ સેમ્પલ ટેસ્ટીંગની વ્યવસ્થા કરવા જણાવાયું.
નોંધનીય છે કે, ૨૦૨૪માં સુરત SMCમાં ૫, સુરત જિલ્લામાં ૪, વલસાડમાં ૫, નવસારીમાં ૩, તાપીમાં ૨ મળી કુલ ૨૨ લેપ્ટોના કેસો નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590