મહેશ પાડવી (પ્રતિનિધિ ): અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડી ને વિરોધ નોંધાયો છે. ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં તો બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઈવરોએ ત્રણ દિવસની હડતાડ પાડી દીધી છે. અકસ્માતમાં નવા નિયમો અંગે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટીશકાળના કાયદાઓ બદલીને નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માત ના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાયસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. તેની સામે ટ્રક ચાલકોમાં ઉગ્ર રોષ છે.
બીજી તરફ ટ્રક ડ્રાઇવરોની હડતાલને લઈને તાપી જિલ્લાના નિઝર,ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાઓમાં પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે.ટ્રક ચાલકોની હડતાલને લીધે પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પહોંચી શકશે નહીં,તેમ વિચારી નિઝર અને કુકરમુંડા તાલુકાની પ્રજા ગઈ કાલે રાત્રે થી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા લાઇન લગાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590