ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીતના હસ્તે ઉચ્છલ - નિઝર સ્ટેટ હાઇવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ઉચ્છલ તથા નિઝર તાલુકામાંથી પસાર થતો ઉચ્છલ ને જ્યારે સ્ટેટ હાઇવે નંબર 80 કુકરમુંડા તથા મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ તાલુકાઓને જોડતો અને આંતરરાજ્ય અગત્યતા ધરાવતો ધોરીમાર્ગ છે. ત્યારે આ રસ્તા નું રી સરફેસિંગ અંગેની કામગીરી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ડો. જયરામ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના ઉચ્છલ તથા નિઝર તાલુકામાંથી પસાર થઈ કુકરમુંડા તથા મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ તાલુકાઓને જોડતા ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે અત્યંત અગત્યનો આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ત્યારે આ રસ્તાને રી - સરફેસિંગની કામગીરી, રોડ ફર્નિચરની કામગીરી તથા રસ્તા ની પહોળાઈને અનુલક્ષીને જુના બ્રિજોના સ્થાન પર નવા બ્રિજ બનાવવા માટે સરકારે દ્વારા 175 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવેલ છે.
જે અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામ થી નિઝર તાલુકાના વાંકા ચાર રસ્તા સુધીના રસ્તા પર 66.54 કરોડના ખર્ચે રી-સરફેસિંગ ની કામગીરીનું ખાતમુહૂર્ત નિઝરના ધારાસભ્ય ડો. જયરામ ગામિત ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, તાલુકા પ્રમુખ મંજુલા વળવી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590