સુરતથી પોતાના વતન ફરી રહેલા બે યુવકોને નિઝર તાલુકાના પીપલોદ ગામમાંથી પસાર થતી વેળાએ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતાં અકસ્માત નડયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું.
સુરત ખાતે BRTS માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રોહિત રામેશ્વર માલવિય (ઉ.વ. આશરે ૨૮, રહે .શિવપુર, તા. શિવની માલવા, જી. હોશંગાબાદ, મધ્ય પ્રદેશ ) અને અનિલ ધનસુખ પટેલ (ઉ.વ.૪૮, રહે. અડાજણ, શ્રીજી નિવાસ) મોટર સાયકલ રજી.નં.MP-47-MM-099 પર સવાર થઈ મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા.ત્યારે નિઝર તાલુકાના પીપલોદ ગામની સીમમાં આવેલ નિઝર - વ્યાવલ રસ્તા પરથી પસાર થતી વેળાએ કોઈ અજાણ્યા વાહન ચાલાકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. રોહિત માલવિયનું મોત નીપજ્યું હતું.જ્યારે અનિલ પટેલને શરીરે ઈજા પહોંચી હતી. નિઝર પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590