ગુજરાતમાં યાત્રાધામ સ્થળ પાવાગઢથી એક હૃદય હચમચાવી દે તેવા દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પાવાગઢ દર્શનાર્થે આવતા યાત્રાળુઓના માચી ખાતે વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસેનો ઘુમ્મટ તૂટતા અફરા તફરી મચી જવા પામી છે.
આ ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટના સ્થળે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવા જાણવા મળી રહ્યું છે.
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઊભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590