537 કિલોમીટર લાંબા બીચ પર ધોવાણ
દેશના સૌથી લાંબા બીચ તરીકે પ્રખ્યાત ગુજરાતના અનેક બીચ ગાયબ થઈ ગયા છે, જ્યારે ઘણા અદ્રશ્ય થવાના ભયમાં છે. રાજ્યના 537 કિમીથી વધુ દરિયાકિનારા ધોવાણના ભય હેઠળ છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં આ ધોવાણ સૌથી વધુ છે. રાજ્યમાં 1945.5 કિમી નો દરિયાકિનારો છે, જે દેશમાં સૌથી વધુ છે. તેમાંથી, સરકાર સ્વીકારે છે કે 537.5 કિલોમીટરનો દરિયાકિનારો ધોવાણની સંભાવના ધરાવે છે. જેના કારણે ઘણા એવા બીચ છે જે ગાયબ થઈ ગયા છે. રાજ્યસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં આ હકીકતો સામે આવી છે.
ભાવિ પેઢી આવા સુંદર બીચ જોઈ શકશે નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કાઠવાડિયા એ રાજ્યસભામાં રજૂ કરેલા આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક સુંદર બીચ જોખમમાં છે. આમાં ઘણા એવા બીચ છે જે આવનારી પેઢી જોઈ શકશે નહીં. દેશના કુલ 6632 કિલોમીટરના દરિયાકિનારા માંથી 60 ટકા દરિયાકિનારો પર્યાવરણની દૃષ્ટિએ જોખમમાં છે. દેશના કુલ દરિયા કિનારા માંથી, 33.6 ટકા ધોવાણ માટે સંવેદનશીલ હોવાનું જણાયું હતું. જ્યારે 26.9 ટકા કિનારો ગ્રોઇંગ કેટેગરીમાં છે અને 39.9 ટકા કિનારો હાલમાં સ્થિર છે. ધોવાણ જોઈને શિવરાજપુર બીચ પણ ગાયબ થઈ શકે છે.
આ રાજ્યોમાં દરિયાકાંઠાના ધોવાણની સ્થિતિ
ગુજરાત - 537.5 કિમી
તમિલનાડુ- 422.94 કિમી
પશ્ચિમ બંગાળ - 323.07 કિમી
આંધ્ર પ્રદેશ - 294.89 કિમી
કેરળ- 275.33 કિમી
ગુજરાતનો અદ્રશ્ય થતો દરિયા કિનારો દરિયાકાંઠાનું નામ ધોવાણ ચો.મી
ઉભરાટ બીચ - 110895.32
તિથલ બીચ 69910.56 -
સુવાલી બીચ 688783.17 -
માંડવી બીચ - 20471.44
દાંડી બીચ 69434.26 -
ડભારી બીચ 1640149.52 -
શિવરાજપુર બીચ 32692.74 2396.77
દીવ બીચ (UT) - 2336.42
ઘોઘલા બીચ (UT) 13614.04 3430.41
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590