ડાંગ જિલ્લામા યાત્રાધામ સુબિર ખાતેના સફાઇ અભિયાન કાર્યક્રમમા પધારેલા નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ આજ રોજ આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની પણ જાત મુલાકાત લીધી હતી. અહીં નિવાસ સાથે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મળી, મંત્રી એ ઉપલબ્ધ સુવિધાઓનો તાગ મેળવ્યો હતો.
મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. એકલવ્ય સ્કૂલ ખાતે નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટેની ઉપયોગી ટિપ્સ આપતા, સમયનો સદઉપયોગ કરવાની પણ શીખ આપી હતી. ગુજરાત રાજ્યના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇની આ મુલાકાત વેળા તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઇ ગાવિત, ડાંગ કલેક્ટર મહેશ પટેલ, પ્રાંત અધિકારી રાજેન્દ્ર ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, પાણી પુરવઠા અધિકારી હેંમત ઢીમ્મર, આદિજાતિ વિકાસ અધિકારી આર.એ.કનુજા વિગેરે જોડાયા હતા.
શાળા આચાર્ય સોનલ મેકવાન તથા તેમની ટિમે, શાળાની પ્રવૃત્તિઓથી મહાનુભાવોને અવગત કરાવ્યા હતા.મંત્રી સહિતના મહાનુભાવોએ અહીં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સહિત કેન્ટીન સહિત જુદા જુદા પ્રકલ્પોની પણ મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590