વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે પોતાનું વાહન પુર ઝડપે અને લાવી ડિવાઇડર સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક યુવકનું મોત નિપજ્યું હતું.
વ્યારા તાલુકાના પાનવાડી ખાતે રહેતા વિપુલચંદ્ર માધુ ચૌધરી (મૂળ રહે. બેડચિત તા.ડોલવણ જી.તાપી) પોતાના કબ્જાની મોપેડ રજી.નં.GJ-21-AM-0472 પર સવાર થઈને મદાવ ગામના હેલીપેડ પાસે આવેલ તબેલા પરથી ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમ્યાન પોતાના કબ્જાની મોપેડ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વ્યારા તાલુકાના મુસા ગામના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે મુસા ગામની સીમમાં આવેલ નવા પુલ પર બનાવેલ ડીવાઇડર સાથે મોપેડ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિપુલ ચંદ્ર ચૌધરી ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590