તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્ય મોહન કોંકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત તાપી કારોબારી અધ્યક્ષ નિતીન ગામીત, મહિલા અને બાળ તેમજ યુવા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ તૃપ્તિ પટેલ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સહિત ગ્રામજનો સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા. મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ભૂલકાઓએ કુમકુમ તીલકથી મહેમાનોને આવકારી સ્વાગત ગીત રજુ કરી ઉપસ્થિત સૌનું મનમોહી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590