Latest News

તાપી જિલ્લામાં ૧૪ મતદાન મથકોનું પ્રતિનિધિત્વ કરશે નારીશક્તિ

Proud Tapi 24 Apr, 2024 10:52 AM ગુજરાત

પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને તમામ સુરક્ષાકર્મીઓમાં મહિલાઓની નિયુક્તિ કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને કેન્દ્રસ્થાને રાખીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વમાં મહિલાઓની પણ સમાન ભાગીદાર બને તેવા આશય સાથે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર  ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ ૨૩ -બારડૉલી બેઠકમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૦૭ અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૦૭ એમ કુલ-૧૪ મહિલા સંચાલિત “સખી મતદાન મથકો” ઉભા કરાશે. 

૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૩૫-ચીખલવાવ-૦૧, ૭૭- વ્યારા-૧૯, ૮૩-વ્યારા-૨૫, ૧૧૪-કપુરા ૦૩, ૧૭૨-કલકવા-૦૨, ૨૦૬-વાંકલા-૦૨ અને ૧૦૯-મદાવ ખાતે સખી મતદાન મથક ઉભુ કરાશે. ઉપરાંત, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના ૩૬-ફુલવાડી ૦૭(પાટી), ૧૦૭-નિઝર-૦૨, ૧૯૭-ઉચ્છલ-૦૨, ૨૨૫ -સોનગઢ-૧૧, ૨૨૬-સોનગઢ-૧૨, ૨૪૪-રાણીઆંબા-૦૧ અને ૧૯૮-ઉચ્છલ-૦૩ ખાતે સખી મતદાન મંથક ઉભી કરાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ગર્ગના જણાવ્યા મુજબ,ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ૨૩-બારડૉલી બેઠકમાં ઉભા કરાયેલા સખી મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને તમામ સુરક્ષાકર્મીઓ સહિત મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે.
 
આ ઉપરાંત, ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૧-૧ દિવ્યાંગ મતદાન મથક,ઉભુ કરાશે.તેમજ ૧૭૧-વ્યારા વિધાનસભા બેઠકમાં ૭૩ વ્યારા ૧૫ અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના ૨૩૪ સોનગઢ ૨૦ માં ૧-૧ એમ બે મોડેલ મતદાન મથકની રચના કરવામાં આવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post