વ્યારા તાલુકાના ચીખલદા ગામ ખાતે એક વૃદ્ધ તેમની સાયકલ પકડીને પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બુલેટ મોટરસાયકલ ચાલકે પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વ્યારાના ચીખલદા ગામના સોમા પાતળીયા ગામીત (ઉ. વ.૬૫) ચીખલદા ગામની ડેરીમાં દુધ ભરીને તેમની સાયકલ પકડીને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા.તે વેળાએ બુલેટ મોટર સાયકલ રજી. નં.GJ-21-BN-8883 ના ચાલક વિરલ વિનોદ ગામીત પોતાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવ્યા હતા અને સોમા ગામીત ને પાછળથી ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590