વ્યારા થી સરૈયા તરફ જતા રોડ એક ફોર વ્હીલ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી દેતા, મોબાઈલ પર સવાર 40 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામના નિલેશ બાબુ ગામીત (ઉ.વ.૪૦) પોતાના કબજાની એકટીવા મોપેટ રજી.નં. GJ-26-H-4585 પર સવાર થઈને મોટા બંધારપાડા થી વ્યારા જતા હતા. ત્યારે ચીખલદા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા થી સરૈયા તરફ જતા રોડ પરથી પસાર થતી વેળાએ એક ફોર વ્હીલ ગાડી રજી.નં.GJ-16-CB-6402 ના ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડે હંકારી લાવી મોપેડ સાથે આગળના ભાગે અથડાવી દેતા અક્સ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું. જોકે ફોર વ્હીલ ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590