તાપી જિલ્લા એલ.સી.બી. તાપી/પેરોલ- ફર્લો સ્કોર્ડ એ ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામના પરસાળી ફળિયા ખાતેથી કારમાં લઈ જવાતા દારૂ ના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.અને અંદાજે ૧.૭૭ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલ.સી.બી. અને તાપી પેરોલ- ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યમાથી એક સફેદ કલરની ઈકો કાર નં. MH-39-AB-2970 માં ઉચ્છલ કટાસવાણ ગામ આવવાના રસ્તા ઉપરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામના પરસાળી ફળિયા ખાતે વોચ ગોઠવી હતી. તે વેળાએ ઇકો કાર રજી. નં.MH-39-AB-2970 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કર ચાલક મોતીરામ બાજયા માવચી(રહે. બેડકીપાડા પોસ્ટ ખેખડા,તા. નવાપુર જી. નંદુરબાર, મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી. તેમજ ઇકો કાર જેની કિંમત રૂપિયા ૧.૫૦ લાખ તથા કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨૭,૧૫૦/- તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૭૭,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુરના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590