તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ ઉચ્છલના મીરકોટ ગામની સીમમાંથી વીર વચ્છરાજ હોટલના સામે રોડ પર બોલેરો પીક અપ માં ઘાસ નુ ભુસુ ભરેલ પ્લાસ્ટીકના કોથળાની આડમાં લઈ જવાતો દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો.તેમજ દારૂના જથ્થા સહિત ૪.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ નં. MH-14-GD-5760 માં ઘાસ ના ભુસાની ગુણોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે." જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ નવાપુરથી સોનગઢ તરફ જતા મીરકોટ ગામની સીમમાં વીર વચ્છરાજ હોટલના સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે વેળાએ બોલેરો પીકપ નં. MH-14-GD-5760 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં ઘાસનુ ભુસુ ભરેલ હોય જે માંથી એક પ્લાસ્ટીકનો કોથળો ઉતારી ખોલી જોતા તેમાં ઘાસ ના ભુસા ની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જોકે પોલીસને જોઈને પિકઅપ ચાલક નાસી છૂટયો હતો.પરંતુ પોલીસે ક્લીનર સમાધાન એકનાથ મોરે ( ઉ.વ.૨૭ રહે. ગામ તેહુ થાના તા.પારોલા જી.જલગાવ મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી.તેમજ પિકઅપ જેની કિંમત રૂપિયા ૨ લાખ તથા કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨,૪૪,૮૦૦/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૪,૪૯,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને નાસી છુટનાર પિક અપ ચાલક મંગેશ ઉર્ફે ચેતન વિજય પાટીલ (રહે.ગામ-હનુમંત ખેડી થાના.તા.પારસેલા જી.જલગાવ મહારાષ્ટ્ર) તથા દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર ચમનલાલ નામનો ઈસમ(રહે.સુરત,જેના પુરા નામ સરનામાની ખબર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590