સોનગઢ તાલુકાના જૂની કુઇલીવેલ ગામ ખાતે અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ પર એક ઇસમનું મોત નિપજ્યું હતું.અને એકને ઈજા પહોંચી હતી.
સોનગઢ તાલુકાના ઉકાઈ વર્કશોપ ઝુપડપટ્ટી ખાતે રહેતા રણજીત રાયસીંગ કાથુડી તથા કુણાલ દશરિયા કાથુડી પોતાના કબજાની મોટર સાયકલ રજી. નં.GJ-26-AC-8460 પર સવાર થઈને જુની કુઇલીવેલ ગામની સીમમાંથી પસાર થતા બોરદા-સોનગઢ રોડ ઉપર વળાંક પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે પિક અપ રજી. નં.GJ-19-Y-1504 ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં રણજીત રાયસીંગ કાથુડી ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.તેમજ કુણાલ દશરિયા કાથુડી ને શરીરે ઇજાઓ પહોંચી હતી.અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590