ઉચ્છલ પોલીસે બેડકી નાકા ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી.બસમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ ૭ હજાર કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યની સરકારી એસ. ટી. બસ રજી. નં.MH-20-BL-3970 મા એક ઇસમ નવાપુરથી ઇંગ્લીશ દારૂ એક બેગમાં ભરી લઈ બસમાં બેસી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બેડકીનાકા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી.તે વેળાએ મહારાષ્ટ્ર રાજ્યની સરકારી એસ. ટી. બસ રજી. નં.MH-20-BL-3970 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે બસમાં જીતેન્દ્ર રામચંદ્ર મહાનુભાવ (રહે.ગડોદરા તા.જી.સુરત ) દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે 7,138/- ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590