ઉચ્છલ પોલીસે ભડભુંજા ગામ ખાતે મોટર સાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો હતો.તેમજ પોલીસે ૨૨ હજાર કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,નવાપુર તરફ થી એક ઇસમ મોટર સાયકલ રજી.સ્ટ્રેશન નં.GJ-26-J-3664 ની ઉપર ઇંગ્લીશદારૂ લઈને ભડભુજા ગામ તરફ આવના૨ છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ભડભુંજા લોજા ફળીયુ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ મોટર સાયકલ રજી.નં.GJ-26-J-3664 આવતા,પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે મોટર સાયકલ ચાલક વિઠ્ઠલ આડીગીયા ગાવીત (રહે.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.તેમજ પોલીસે મોટરસાયકલ અને દારૂના જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૦,૫૫૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590