Latest News

તાપી જિલ્લામાં ગરમીથી પ્રજા ત્રસ્ત..!

Proud Tapi 21 May, 2023 12:43 PM ગુજરાત

તાપી જિલ્લામાં મહત્તમ ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું.આગ ઝરતી ગરમી ના કારણે સમગ્ર વિસ્તારમાં લોકો હેરાન થતા જોવા મળી રહ્યા છે.

મે મહિનામાં કાળઝાળ ગરમી જોવા મળતી હોય છે.ત્યારે જિલ્લામાં મે મહિનામાં  સતત ગરમીમાં વધારો થતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે ૫ દિવસ સુંકુ  વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે.અર્થાત્ ગરમીમાં સતત વધારો જોવા મળશે.

તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા,ડોલવણ તથા વાલોડ તાલુકાના વિસ્તારોમાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે. જેના કારણે લોકો બપોરના સમયે  ઘરની બહાર નીકળવાનું ટાળતા જોવા મળે છે. તેમજ બપોરના સમયે કેટલાક રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જિલ્લામાં ગરમીથી બચવા માટે મુખ્યત્વે સ્ત્રી ઓ  દુપટ્ટા નો ઉપયોગ કરતી જોવા મળી રહી છે તેમજ પુરુષો ટોપી પહેરીને ઘરેથી બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. તેમજ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને શરીરને ઠંડક આપતા ફળ - ફળાદી નો સહારો લઈ રહ્યા છે.

તાપી જિલ્લામાં જંગલ વિસ્તાર પણ જોવા મળે છે પરંતુ જંગલ વિસ્તાર પણ ગરમીના કારણે સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યાં છે.આજરોજ તાપી જિલ્લામાં કુકરમુંડા અને નિઝર તાલુકામાં મહત્તમ ૪૧ ડિગ્રી  તાપમાન નોંધાયું હતું.તેમજ જિલ્લામાં ડોલવણ તાલુકામાં લઘુત્તમ ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post