વ્યારાના ઘેરીયાવાવ ખાતે પ્રજા અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પોલીસ દ્વારા ઘર્ષણની પહેલ કરવામાં આવી હોવાના આક્ષેપઓ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
વ્યારાના ઘેરિયાવાવ ખાતે આવેલ જે.જે. સ્ટોન ક્વોરીને બંધ કરવા માટે ૨૦૦૯ ના વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે.જે બાદ ક્વોરી હુકુમ ન મળે ત્યાં સુધી બંધ પણ કરવામાં આવી હતી.પરંતુ હાઇકોર્ટ દ્વારા પરવાનગી આપી દેવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામમાં આવેલ જે.જે.સ્ટોન ક્વોરી ના કારણે ગ્રામજનોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો. સ્ટોન ક્વોરી ચાલુ હોય ત્યારે મશીનરીના કર્કશ અવાજને કારણે ગ્રામજનો હેરાન પરેશાન થતા હતા. અને સ્ટોન ક્વોરી ની નજીક જ શાળા આવેલ હોવાથી દિવસ દરમિયાન મશીનરીના કર્કશ અવાજના કારણે બાળકો શાંતિથી ભણી પણ નહોતા શકતા અને બાળકોનો અભ્યાસ બગડતો હતો.આ સ્ટોન ક્વોરીના કારણે કસવાવ, ઘેરીયાવાવ અને ઉમરકચ્છ ગામના ગ્રામજનોને મુશ્કેલી પડી રહી હતી.જેને લઈને ઉંમર કચ્છ ગામના જાગૃત નાગરિક દ્વારા ૨૦૦૯ ના વર્ષમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહીના પગલા લેવામાં આવ્યા ન હતા.જેથી ગ્રામજનોએ તા.૨૧/૦૮/૨૦૨૩ અને તા.૧૮/૦૯/૨૦૨૩ ના રોજ ભૂસ્તર વિભાગને આવેદનપત્ર આપ્યું હતું અને જે.જે.સ્ટોન ક્વોરી બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
સમગ્ર રજૂઆતને લઈને વ્યારા ભુસ્તર વિભાગ દ્વારા તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ અને તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, લીઝ વિસ્તારની ત્રિજ્યામાં ૮૭ થી ૯૦ રહેણાક મકાનો આવેલા છે. અને નિયમ અનુસાર લીઝના ૫૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ રહેણાંક મકાન કે ગામ હોવી જોઈએ નહિ. પરંતુ અહીં તો નીતિ નિયમોના ધજાગરા ઉડાડ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
તેમજ આવેદનપત્રને ધ્યાનમાં લઈને ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા જે.જે.સ્ટોન ક્વોરી નોટિસ ફટકારીને ક્વોરી બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને જ્યાં સુધી સમાધાન કે હુકુમ ન કરવામાં આવે ત્યાં સુધી સ્ટોન ક્વોરી બંધ જ રાખવી. ત્યારબાદ ક્વોરી માલિક એ હાઇકોર્ટ સુધી રજૂઆત કરી હતી.અને હાઇકોર્ટે દ્વારા ક્વોરી ચાલુ કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી હતી.જેને લઇને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.અને સ્થાનિકો રાત દિવસ ક્વોરી પાસે બેસીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા.
ત્યારે કવોરી ના સંચાલકો પોલીસને લઇને ત્યાંથી ટ્રેકટર વગેરે લઈ જવા માટે આવ્યા હતાં.ત્યારે સ્થાનિકોએ માલિકને બોલાવી ટ્રેકટર અને સાધનો લઇ જવા કહ્યું હતું.પરંતુ વ્યારા પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હતુ અને સ્થાનિકોને ધાક ધમકીઓ આપવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા જ ઝપાઝપીની પહેલ કરવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતાં.
જેના કારણે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં એક યુવતીને ઇજાઓ પહોંચી હતી અને તેના હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો હતો. જે ઈજા ગ્રસ્ત ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અને ક્વોરી ખાતે પણ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખવામાં આવ્યો હતો. સમગ્ર મામલામાં સ્થાનિકો દ્વારા પોલીસ પર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમાં તથ્ય કેટલું એ પણ એક પ્રશ્ન બની ગયો છે.
તેમજ અહીં ઉલ્લેખનીય છે કે,ક્વોરીના સંચાલક મનીષ સુરેશ ગામીત(રહે. કસવાવ તા.વ્યારા જી.તાપી )એ ૧૨ જેટલા સ્થાનિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં સંચાલક મનીષ ગામીત જણાવ્યું હતું કે,સ્થાનિકોએ જે.જે.સ્ટોન ક્વોરીમાં ગેરકાયદેસર અપ પ્રવેશ કરી ગાળા ગાળી કરી કવોરીના ખાડાના ઉપરના ભાગેથી ઈજા પહોંચાડવાના ઇરાદાથી છૂટા પથ્થરો માર્યા હતા.તેમજ લાકડાના સપાટા તથા ઢીકમુક્કીનો માર મારી શરીરે ઓછી વધતી ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારે બીજી તરફ સ્થાનિકોએ પણ સંચાલક મનીષ ગામીત સહિત 6 સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.અને ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે,મનીષ ગામીત સહિતના 6 વ્યક્તિઓ હુલ્લડ કરવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડા લઇને આવ્યા હતા.અને જે.જે.સ્ટોન ક્વોરી ખાતે તેમના ટ્રેકટર લેવા માટે આવ્યા હતા.ત્યારે સ્ટોન ક્વોરીના માલીક આવે તે બાદ જ ટ્રેકટર લઇ જજો એવું સ્થાનિકોએ કહ્યું હતું.પરંતુ મનીષ ગામીત સહિતના છ વ્યક્તિઓ દ્વારા જબરદસ્તી થી ટ્રેક્ટર કાઢવા પ્રયત્ન કરવામાં આવતા બન્ને પક્ષો વચ્ચે સામ સામે મારા મારી થઈ હતી.જેમાં મરીયમબેનને લાકડા વડે જમણા હાથમાં સપાટો મારવામાં આવતા હાથમાં ફેકચર થઈ ગયું હતું.
આમ,બંને પક્ષો દ્વારા વ્યારા પોલીસ મથકે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590