વાલોડ તાલુકાના બુહારી ખાતે આવેલ શ્રી બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી સ્કુલ માં એક લંપટ શિક્ષક દ્વારા શિક્ષિકા ની છેડતી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વાલોડ તાલુકાના બુહારી ખાતે આવેલ શ્રી બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી સ્કૂલ ખાતે માધ્યમિક વિભાગમાં ઉત્તમ રણછોડ સોલંકી (હાલ રહે.બુહારી તા.વાલોડ જી.તાપી) શિક્ષક તરીકે ફરજ બજાવે છે.આ શિક્ષક અવાર નવાર સ્ટાફ રૂમમાં તથા વર્ગ ખંડમાં એક શિક્ષિકા સાથે કામ વગર પણ વાતચીત કરતા હતા.તેમજ છેલ્લા એક વર્ષથી કોઇને કોઇ બહાના હેઠળ શિક્ષિકા નો પીછો કરતા હતા. ત્યારે એક દિવસે શિક્ષિકા વોશ રૂમમાં જતા હતા ત્યારે ઉત્તમ સોલંકીએ પીછો કર્યો હતો અને શિક્ષિકા ને એક ચિઠ્ઠી આપેલ હતી પરંતુ શિક્ષિકા ડરી ગયા હતા અને ચિઠી ફેંકી દીધી હતી.જે બાદ શિક્ષિકાએ આચાર્ય ને ફરિયાદ કરી હતી જેથી શિક્ષક ઉત્તમ સોલંકી પોતાની ભૂલ સ્વીકારી ફરી એવું ન કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ લંપટ શિક્ષક બાજ ન આવ્યો. અને અવાર-નવાર શિક્ષિકા ની છેડતી કરતો હતો તથા વ્યક્તિગત રીતે સંપર્ક કરી માનસિક રીતે પરેશાન કરતો હતો.ત્યારે સમગ્ર મામલાને લઈને શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાલોડ પોલીસે ફરિયાદ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590