સોનગઢના ઉકાઈ થર્મલ પાવર હાઉસ ખાતેથી કોપરની ત્રણ કોન્ટેક્ટ એસેમ્બલીની ચોરી થઈ જતાં,એક્ઝક્યુટીવ એન્જીનીયર એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સોનગઢ તાલુકાના ઉકાઈ થર્મલ પાવર હાઉસ ખાતે ફરજ બજાવતા કર્મચારીને યુનીટ નંબર ૬ ની ચીમનીની બાજુમાં કોલ પ્લાન્ટ -૩ ના ૬.૬ પેનલ રૂમમાં મુકેલ બ્રેકર પેનલમાંથી કોપરની ત્રણ કોન્ટેક્ટ એસેમ્બલી જેની કિંમત રૂપિયા ૨૧,૦૦૦/- ની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે એક્ઝક્યુટીવ એન્જીનીયર ચેતન ચૌધરી તે અંગેની જાણ કરી હતી.જેથી એક્ઝક્યુટીવ એન્જીનીયર ચેતન ચૌધરી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.ત્યારે ત્યાં બ્રેકર નહોતું અને તે બ્રેકર ટોઇલેટ રૂમમાં પડેલ હતું અને તેમાંથી ત્રણ કોન્ટેક્ટ એસેમ્બથી મળી આવી નહોતી તથા ત્યા એક પાનુ પડેલ હતું.ચોરીને લઈને એક્ઝક્યુટીવ એન્જીનીયર એ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ઉકાઈ પોલીસ એ ચોરી અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590