સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કારમાં દારૂ લઈ જવામાં આવનાર છે,જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચીમેર અને ઘૂસર ગામની વચ્ચે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારચાલક ભાગ્યો હતો.જોકે પોલીસે કારનો પીછો કરતા ચાલક અને તેનો સાથી કાર મૂકીને નાસી છૂટ્યો હતો.પોલીસે કારમાં તપાસ હાથ ધરતા ૧.૮૭ લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.કારમાં ડુબ્લીકેટ નબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તા.૨૫મી એપ્રિલ નારોજ સોનગઢ તાલુકાના ચીમેર ગામના રસ્તા પર પોલીસે વોય ગોઠવી હતી,જે દરમિયાન સામેથી આવતી કાર નંબર એમએચ/૪૩/બીએ/૨૧૪૨ ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ગાડી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.અને કાર ને ભગાવી હતી જોકે પોલીસની ટીમે કારનો પીછો કરતા આરોપીઓ ચીમેર અને ઘૂસર ગામની વચ્ચે કાર મૂકી ભાગી છૂટ્યા હતા.પોલીસે કાર ચેક કરતા કારમાંથી રૂપિયા ૧,૮૭,૩૫૦/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસ દ્વારા કારનો નંબર ચેક કરતા કારની નબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસની ટીમે તપાસ કરતા કારનો સાચો નંબર જીજે/૦૧/આરજી/૯૬૦૮ ની જગ્યાએ ડુબ્લીકેટ નબર પ્લેટ એમએચ/૪૩/બીએ/૨૧૪૨ની લગાવી હતી.પોલીસ દ્વારા ઇંગ્લીશદારૂ અને કાર મળી કુલ રૂપિયા ૫.૩૭,૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને અને તેની બાજુમાં બેસેલ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ડુપ્લીકેટ નંબર પ્લેટ તથા પ્રોહી.નો ગુનો નોંધી વધુ તપાસ સોનગઢના પી.આઈ.કે.જી.લીંબાચિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590