Latest News

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

Proud Tapi 15 Mar, 2024 05:39 PM તાપી

તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડ એ જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૧૩.૦૫.૨૦૨૪ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post