આવશ્યક સેવાકર્મીઓએ ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે
ભારતના ચુંટણી પંચની સુચનાઓ પરત્વે Absentee Voterson“Essential Service” આવશ્યક સેવામાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.જેના અનુસંધાને નિવાસી અધિક ક્લેકટર તાપી આર.આર.બોરડના અધ્યક્ષપણા હેઠળ નોડલ અધિકારીઓઓની તાલીમ યોજાઇ હતી.
નિવાસી અધિક ક્લેકટર તાપી એ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુલક્ષીને ચૂંટણી સાથે સંકળાયેલા આવશ્યક સેવાકર્મીઓ પોતાની ફરજ બજવણી સાથે લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શકે તે સુનિશ્ચિત કરવાનું છે.આ સાથે તમામ અધિકારીઓએ પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા માટે નિયત ફોર્મ-૧૨(ડી) મેળવવા,નિયત ફોર્મ-૧૨(ડી)ચુંટણી અધિકારીશ્રીને પહોચાડવા,ટપાલ મતપત્રો ઇશ્યુ કરવાના રહશે. તેમજ PVC(પોસ્ટલ વોટીંગ સેન્ટર)ખાતે મતદાન કરવાની સંપુર્ણ પ્રક્રિયા જેવી તમામ બાબતો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
નોધનીય છે કે આવશ્યક સેવાઓ તરીકે વીજળી વિભાગ,રેલવે,આરોગ્ય વિભાગવીજળી વિભાગ, બી.એસ.એન.એલ.,રેલવે,ગુજરાતના આરોગ્ય વિભાગ,ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ,ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ,ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને જાહેર કરવામાં આવી છે. આ સેવામાં જોડાયેલા વિવિધ વિભાગના અધિકારી કર્મચારિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590