શિક્ષક સાથે લગ્નના બહાને 17.48 લાખની સાયબર છેતરપિંડી
લગ્નના બહાને શિક્ષક સાથે રૂ.17.48 લાખની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે ચંદીગઢની એક મહિલા સહિત આફ્રિકન ગેંગના સાત સભ્યોની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં રહેતા નાઈજીરિયન નાગરિકો પ્રિન્સ, ઉબાસિંચી કેલી, ક્રિસ્ટીન એન્ટોની, જોસિયા ચિમાકાલુ, પાસ્કલ, રિપબ્લિક ઓફ ગયાનાના નાગરિક મોહમ્મદ સાથે મળીને છેતરપિંડી કરી હતી.
સુયોજિત કાવતરા હેઠળ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર લંડનમાં રહેતા ડો.પ્રશાંત પીટરના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું. 11 જાન્યુઆરી એ પીડિત શિક્ષિકા મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા તેના સંપર્કમાં આવી હતી. ઈરફાને પ્રશાંત હોવાનો ડોળ કરીને પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી.
ત્યારબાદ તેણે લંડનથી ડીડી બનાવીને બ્રિટિશ કરન્સી લાવવા માટે એરપોર્ટ પર રોકવામાં આવ્યા નું બહાનું બનાવ્યું હતું. શાલિની એ દિલ્હી એરપોર્ટની કર્મચારી નતાશા હોવાનું દર્શાવીને દંડ અને વિવિધ ચાર્જીસના બહાને પીડિતા પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ભેગા કર્યા હતા. તેણે પીડિતાને કહ્યું હતું કે પાછળથી આ રકમ પરત કરવામાં આવશે પરંતુ આવું કંઈ થયું નથી.
બીજા દિવસે કથિત પ્રશાંત નો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવ્યો હતો. આ અંગે પીડિતાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતા અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી આ ગેંગને શોધી કાઢી અને ચંદીગઢથી ધરપકડ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590