ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસ દ્વારા એક માનવતાવાદી અભિગમ અપનાવામાં આવ્યું છે,રાજ્યભરમાં She ટીમ દ્વારા સિનિયર સીટીઝન માટે સાઇબર ક્રાઈમ જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે,જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા SHE ટીમ ની કામગીરી વધુ અસરકારક બનાવવા તથા પોલીસ દ્વારા મહિલાઓ બાળકો અને સિનિયર સીટીઝન પ્રત્યે સંવેદનશીલ થાય તથા હાલ વધતા જતા સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકે તે માટે જાગૃત કરવા અભિયાન હાથ ધરાયું છે.ખાસ કરીને મહિલા, બાળકો અને સિનીયર સીટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરવા તથા સાયબર સંબંધિત જાણકારી થી વાકેફ કરવા આજ થી આવનાર દસ દિવસ સુધી સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
આ અભિયાનમાં SHE ટીમના સભ્યો સિનીયર સીટીઝન ની મુલાકાત લેશે અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતગાર થશે. . તેમજ તેમની મુશ્કેલીઓનું નિવારણ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. ખાસ કરીને સાયબર ક્રાઇમને લગતી કોઈ પણ મૂંઝવણ માટે તથા ફરિયાદ માટે ગુજરાત રાજ્યના સાયબર સેલનો ટેલીફોન નંબર- ૧૯૩૦ વિશે માહિતી આપવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમને અટકાવવા Do અને Don’t ની માહિતી આપવામાં આવશે તથા આગામી દિવસોમાં આ અંગે સિનિયર સીટીઝન માટે સેમીનારનું આયોજન પણ કરવામાં આવનાર છે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમની મુલાકાત પોલીસ દ્વારા લેવામાં આવશે અને વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સીટીઝનને કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તો તેને સુમેળ ભરી રીતે ઉકેલવા પ્રયત્નો કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590