સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે છ વર્ષ અગાઉ એક ચર્ચમાં ચોરી થઈ હતી. જોકે તે સમયથી ચોર પોલીસ પકડતી દૂર જોવા મળ્યા હતા. તારે સોનગઢ પોલીસે છ વર્ષ બાદ આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને બે ચોરોની અટકાયત કરી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ વર્ષ અગાઉ ચર્ચમાં જે ચોરી થઈ હતી તે અંગેની બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ અશોક લલ્લુ ગામીત (ઉ.વ.૨૪, હાલ રહે. રાણીઆંબા બજાર ફળીયુ તા.સોનગઢ જી.તાપી મુળ રહે.ટોકરવા, વિષમહુડા ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી) તથા સુરેશ દિનેશ ગામીત (હાલ રહે. લોટરવા ડુંગરી ફળીયુ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ડોસવાડા,ગાયવાડા ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી) ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ચોરીમાં ગયેલ પાવર એમ્પ્લીફાયર તથા કોલેક્ષ માઇક્રોફોન રિકવર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છ વર્ષ અગાઉનો ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ પોલીસે આરોપીની અટકાયત કરી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590