સોનગઢ પોલીસે ચકવાણ ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોપેડ પર લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરના દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા.તેમજ દારૂનો જથ્થો અને મોપેડ સહિત ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચકવાણ બસ સ્ટેન્ડ પાસેથી મોપેડ રજી.નં.GJ -26-M-9179 પર લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરના દારૂના જથ્થા સાથે અંકિત ધીરુ ગામિત અને એનીયેસ શિવાજી ગામીત (બંને રહે. કરંજવેલ તા.વ્યારા જી.તાપી )ને ઝડપી પાડ્યા હતો. તેમજ મોપેડ અને દારૂના જથ્થા સહિત ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590