Latest News

સોનગઢ : પરિવાર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં ગયો ત્યારે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના ઘરેણા ,રોકડ રકમ સહિત ૨ લાખની ચોરી કરી ફરાર

Proud Tapi 25 Apr, 2023 12:04 PM ગુજરાત

સોનગઢ તાલુકામાં ચોરટાઓને જાણે પોલીસનો ડર રહ્યો નથી તેવું અહિયાં જોવા મળી રહ્યું છે,સોનગઢ નગરમાં અવાર-નવાર  ઘરના તાળા તોડી સમાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં રહેતો પરિવાર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં ગયો હતો ત્યારે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨ લાખની મતાની ચોરી કરીને કરાર થઇ ગયા હતા.

સોનગઢ પોલીસના જણાવ્યા મુજબ સોનગઢ નગરના દેવજીપુરામાં રહેતા અને કૈલાસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા મનિષભાઈ કૈલાસભાઈ અભોરે તેમની પત્ની તથા બહેન સાથે  ગત તા.૨૨મી એપ્રિલ નારોજ ઘરને લોક મારી મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના કેકતઉમરા ગામે લગ્નમાં ગયા હતા.બીજા દિવસે એટલે તા.૨૩મી એપ્રિલ નારોજ મનિષભાઇના પરિચિત સુનીલભાઈ વસાવાની નજર ઘરના દરવાજાના તુટેલા તાળા પર પડી હતી. તેઓએ મનિષભાઇને વિડીયો કોલિંગથી બતાવતા ઘરના દરવાજાને મારેલું લોક નીચે પડ્યું હતુ, ઘરની અંદર જઈ દેખાડતા બને કબાટના દરવાજા ખુલ્લા હતા, તેમાં મુકેલ કપડા નીચે પડ્યા હતા, જે બાદ તા.૨૪મી એપ્રિલ નારોજ મહારાષ્ટ્રથી પરત ઘરે આવી રૂબરૂ જોતા કબાટમા તપાસ કરતા કબાટમાં મુકેલ ૧,૨૦,૦૦૦/- રોકડા તેમજ બે તોલાનું સોનાનું મંગલસૂત્ર,એક તોલાની સોનાની ચેંઈન, સોનાની બુટ્ટી મળી કુલ્લે રૂપિયા ૨,૦૦,૦૦૦/- લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાય આવ્યું હતું.બનાવ અંગે મનિષભાઇએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા તા.૨૪મી એપ્રિલ નારોજ પોલીસ દ્વારા અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post