સોનગઢ પોલીસે મચ્છી બજારમાં ગેરકાયદેસરથી વરલી મટકાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી ૨૧ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ડામચ્છી બજારમાં ગેરકાયદેસર રીતે વરલી મટકાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસી સ્ટાફના માણસો એ મચ્છી બજારમાં રેડ કરી હતી.કરી હતી અને ગેરકાયદેસર રીતે વરલી મટકા નો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને અટકાયત કરી હતી.પોલીસે સ્થળ પરથી જયેશ પ્રહલાદગીરી ગોસ્વામી તથા મંગલ પ્રહલાદગીરી ગોસ્વામી તથા કમલેશ પ્રહલાદગીરી ગોસ્વામી(તમામ રહે.સોનગઢ તા.સોનગઢ જી.તાપી)ની અટકાયત કરવામાં આવી હતી.અને સ્થળ પરથી ૨૧,૨૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતો.તેમજ વોટસએપના માધ્યમથી આંક લખનાર પ્રિતેશ અશ્વિનભાઈ જયસ્વાલ(રહે.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસ આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590