મતદાન મથકોની મુલાકાત લઈને આવશ્યક સુવિધાઓનું જાત નિરિક્ષણ કરી કેટલાક જરૂરી સુચનો કર્યા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં ચૂંટણી તંત્રએ પુરજોશમાં કામગીરીનો શુભારંભ કર્યો છે. ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા નિયુક્ત રાજ્યકક્ષાના PWD ઓબ્ઝર્વર કે.એન.શાહ (રજીસ્ટ્રારશ્રી કો-ઓપરેટીવ સોસાયટી ગાંધીનગર) તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
પીડબલ્યુડીના ઓબ્ઝર્વર શાહે જિલ્લાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથકોએ ઊભી કરવામાં આવેલી આવશ્યક સુવિધાઓનું નિરિક્ષણ કરીને ચૂંટણી સાથે સંકળાયેલા સેવાકર્મીઓને કેટલાક જરૂરી સુચનો કર્યા હતા. શાહે ૧૭૧ વ્યારા (અ.જ.જા.) અને ૧૭૨ નિઝર મતવિસ્તારના કુલ-૧૦ મતદાન મથકોની મુલાકાત લઈ જિલ્લા ચૂંટણી અધિકારી વિપિન ગર્ગ અને ચૂંટણી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590