Latest News

ડેડીયાપાડામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા , 7 આરોપીની ધરપકડ , 4 વોન્ટેડ

Proud Tapi 07 Apr, 2023 09:44 AM ગુજરાત

નર્મદા જિલ્લા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ૭ જુગારિયાઓને ઝડપી ૪ ને વોન્ટેડ જાહેર કર્યા

વહાબ શેખ /નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ની સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જાહેરમાં  ધમધમતા વરલી મટકાના જુગાર ધામ ઉપર બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 1,87,266 ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યારે રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહેલા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.

મળતી માહિતી અનુસાર  ગત તારીખ ૪ એપ્રિલ ૨૦૨૩ ના  રોજ ડેડીયાપાડાના જૂના સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં પતરાના કાચા ઝૂંપડાની અંદર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમવા માટે જુગારી ઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ને મળતા ડેડીયાપાડાના જૂના સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં બનાવેલ ઝુંપડીમાં રેડ કરતાં ૭ જેટલા જુગારિયાઓ રંગે હાથે ઝડપાઇ ગયા હતા. જેમાં (1)  અતુલ અમરસિંગ વસાવા રહે. નવી નગરી ડેડીયાપાડા, (2) જીતેન્દ્ર સામસિંગ વસાવા રહે. ટેકવાઈ નીવાલ્દા ગામ, તા.ડેડીયાપાડા (3) દિલાવર કેશરભાઈ વસાવા રહે. બાલમંદિર ફળિયું નાના ટોળબા ગામ તા.સાગબારા,(4)  દસરિયા વીરજી કોટવાળીયા રહે. નિશાળ ફળીયુ સોલિયા ગામ તા.ડેડીયાપાડા, (5) મગન ઓલિયા વસાવા રહે. આંબા ફળીયુ ગન પીપર ગામ તા.ડેડીયાપાડા, (6) અનિલ મયલા વસાવા રહે. બરડી ફળીયુ બાંડી સેરવાણ ગામ તા. ડેડીયાપાડા, (7) ઋષિકેશ ચૂડામણ ઉર્ફે મહેન્દ્ર ગુરવ રહે. બારોટ હાઇસ્કૂલ ફળીયુ મેઈન બજાર ડેડીયાપાડા જિ. નર્મદાના ને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

જ્યારે દરોડા દરમિયાન ભાગી જવામાં સફળ રહેનાર ત્રણ આરોપી (1) જીગ્નેશ વસાવા, (2) ભાવિન વસાવા, થતા (3) વિકાસ (જેઓના પૂરા નામ ઠામની ખબર નથી), તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, આ રેડમાં પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, ટુ વ્હીલર, મોબાઈલ, ટેબલ ખુરશી તથા ઇલેક્ટ્રિક સાધનો સહિત કુલ્લે 1,86,266 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડેડીયાપાડા  વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી કાર્યવાહી કરતી હોય તો સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર તેમની મીઠી નજર હતી કે શું ? કેમ અત્યાર સુધી તેમના દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં ન આવી, તેવા સવાલો ઉઠી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post