ગુજરાતના સૌથી સંવેદનશીલ શહેરોમાંનું એક એવા વડોદરા શહેરમાં ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી રામનવમીની શોભાયાત્રાઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ફતેપુરા વિસ્તારના પંજરીગર વિસ્તાર પાસે પથ્થરમારાની ઘટના સવારે પોલીસ દ્વારા કોઈક રીતે કાબૂમાં આવી હતી, પરંતુ સાંજે પથ્થરમારાની ઘટના કુંભારવાડા વિસ્તારમાં પણ બની હતી. જેને જોતા શહેરના આ બંને વિસ્તારોમાં વધારાનો પોલીસ ફોર્સ અને એસઆરપીની બે કંપની તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ફતેપુરા વિસ્તારની દુકાનો બપોર બાદ બંધ થઈ ગઈ હતી. પાણીગેટ, જુનીગઢી, માછલીપીઠ, વાડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે.
વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક સ્થળની સામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ કોઈ તોડફોડ થઈ નથી. ધાર્મિક સ્થળની સામેથી શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ તેમને સમજાવ્યા બાદ પરત મોકલી દેવામાં આવ્યા હતા. વિસ્તારમાં શાંતિ છે. સ્થાનિક બજરંગ દળના નેતાએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ આવી ઘટના બની હોવાનું જાણવા છતાં પોલીસ ક્યાંય દેખાતી નથી, જ્યારે દર વર્ષે આ માર્ગ પર નીકળતા શોભાયાત્રા પર હુમલો કરવામાં આવે છે.જોકે ડીસીપી જગાણીયાએ દાવો કર્યો હતો કે પોલીસ સુરક્ષા ગુરુવારે શહેરમાં નીકળેલી દરેક શોભાયાત્રા ને આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર નજર પોલીસ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. જેસીપી જગાણીયા ના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની અફવાઓમાં ન પડો. તેઓ કહે છે કે પોલીસે તમામ સરઘસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસ કમિશનર શમશેર સિંહ, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ માટે વધારાની ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. “અમે નિયમિત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ના સશસ્ત્ર કર્મચારીઓને તૈનાત કર્યા છે. હાલ પથ્થરમારામાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી. અમે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590