ઉચ્છલ (ચંદ્રકાંત વસાવા - પ્રતિનિધિ ) : ઉચ્છલ તાલુકા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સર્જનની નિમણુંક થતા લોકોને સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહેશે.ભૂતકાળમાં ઉચ્છલ તાલુકા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટર ન હોવાથી વ્યારા ખાતે સારવાર અર્થે જવું પડતું હતું,પરંતુ હાલ ઉચ્છલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે સર્જન ડોક્ટર મુકાયા બાદ ગત બુધવારના રોજ એપેન્ડિક્સનું સફળ ઓપરેશન કરાયું હતું.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે રહેતા સરૂબેન સદાશિવ વળવી (ઉ.વ.51)ને છેલ્લા કેટલાક સમયથી પેટના દુખાવા થી પીડાતા હતા.જેઓ ઉચ્છલ હોસ્પિટલમાં આવી તપાસ કરાવતા તેમને એપેન્ડીક્ષ હોવાનું માલૂમ પડ્યું હતું.જે બાદ ઉચ્છલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે સર્જન તરીકે ફરજ બજાવતા ડો. આશિષ ભરત વઘાસિયા દ્વારા સફળ ઓપરેશન કરી મહિલાને પીડા માંથી રાહત મળી હતી.વધુ વિગત મેળવતા સર્જન ડો.આશિષ ભરત વઘાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,પેટને લગતા રોગો,સારણગાંઠ, ભગંદર,હરસ, મસા, પથરી જેવી બીમારીઓમાં પણ જરૂરી દર્દીઓના ઓપરેશન સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ઉચ્છલ ખાતે વિના મૂલ્યે કરી આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ઉચ્છલ ખાતે વર્ષોથી કોઈ ફૂલ ટાઈમ સર્જન ન હોય અહિયાં ઓપરેશન કરવું મુશ્કેલ થઈ પડતું હતું,પરંતુ હવે કાયમી સર્જન ડોક્ટર ની નિમણુંક થતા ઓપરેશન વિભાગ થયું છે.હવે ઉચ્છલ તાલુકાની પ્રજાને ઘર આંગણે આ પ્રકારની સેવાઓ મળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590